ધનતેરસ 2019: આ શુભ મૂહુર્તમાં પૂજા કરશો તો મળશે ખુબ લાભ, ધન સંપત્તિમાં થશે અઢળક વધારો

માન્યતા છે કે આજના દિવસે સમુદ્ર મંથનથી ધન્વનંતરી પ્રગટ થયાં. ધન્વનંતરીના હાથમાં અમૃત ભરેલો કળશ હતો. ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીની પૂજાની સાથે સાથે યમદેવની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.

ધનતેરસ 2019: આ શુભ મૂહુર્તમાં પૂજા કરશો તો મળશે ખુબ લાભ, ધન સંપત્તિમાં થશે અઢળક વધારો

ધનતેરસ (Dhanteras) કારતક માસની સુદ તેરસના રોજ ઉજવાય છે. આ દિવસે કઈંક નવું ખરીદવાની પરંપરા છે. એવી માન્યતા છે કે આ દિવસે જે પણ ખરીદવામાં આવે છે તેમાં લાભ થાય છે, ધન સંપત્તિમાં વધારો થાય છે. ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી ખુબ જ શુભ મનાય છે. 

શુભ મૂહુર્ત અને સમય
25 ઓક્ટોબરના રોજ ધનતેરસની ઉજવણી થઈ રહી છે. ધનતેરસના દિવસે લક્ષ્મીની સાથે ધનવંતરી દેવની પૂજા પણ કરાય છે. માન્યતા છે કે આજના દિવસે સમુદ્ર મંથનથી ધનવંતરી દેવ પ્રગટ થયાં. ધન્વનંતરીના હાથમાં અમૃત ભરેલો કળશ હતો. ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીની પૂજાની સાથે સાથે યમદેવની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. ધનતેરસના દિવસે પૂજાનું ખાસ મૂહુર્ત સાંજે 7:08 વાગ્યાથી રાતે 8:14 વાગ્યા સુધી છે. 

જુઓ LIVE TV

ધનતેરસના દિવસે વાસણો અને સોના ચાંદીના આભૂષણોની ખરીદી  કરવી શુભ મનાય છે. ધનતેરસનો દિવસ ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news